દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત પ્રમુખ રિદ્ધિબા શક્તિસિંહ જાડેજા તથા નવા હોદ્દેદારોની યોજવામાં આવેલી સામાન્ય સભામાં જુદી જુદી આઠ સમિતિના ચેરમેનની બિન હરીફ રીતે વરણી કરવામાં આવી હતી.
જેમાં કારોબારી ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ કણઝારીયાના પુત્ર જીતેન્દ્રભાઈ કણજારીયા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જેઠાભાઈ કરસનભાઈ હાથીયા, શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે રમાબેન લુણાભા સુમણીયા, આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે ગીતાબેન વનરાજભા માણેક, બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રણમલભાઈ લખુભાઈ માડમ, સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે રેખાબેન પ્રતાપભાઈ પિંડારિયા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તરીકે લાભુબેન જગાભાઈ ચાવડા તેમજ અપીલ સમિતિના ચેરમેન તરીકે રિધ્ધીબા શક્તિસિંહ જાડેજાની બિનહરીફ રીતે વરણી કરવામાં આવી હતી.
તમામ સમિતિઓ તથા સદસ્યોના ટેકાથી સર્વાનુમતે વરણી થયા બાદ તમામ નવા અધ્યક્ષએ પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. આગામી દિવસોમાં તમામ વિભાગની સમિતિઓની બેઠકોનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પેન્ડિંગ રહેલા વહીવટી કામોના નિરાકરણનું આયોજન પણ હાથ ધરવામાં આવશે. આ નવનિયુક્ત હોદ્દેદારોને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન પી.એસ. જાડેજા, ભરતભાઈ ચાવડા, રસિકભાઈ નકુમ, હિતેશભાઈ પિંડારિયા, સંજયભાઈ નકુમ, જે.ડી. નકુમ, મશરીભાઈ નંદાણીયા વિગેરેએ આવકારી, શુભેચ્છાઓ પાઠવી હતી.


