વિશા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રય દ્વારા પ.પૂ. આચાર્ય વિજયકુલચંદ્રસુરિશ્ર્વર મ.સા.ની નિશ્રામાં અઢારિયા તપનો બાલ તપસ્વીઓનો વરઘોડો યોજાયો હતો. 15 જેટલા બાળકો 18 દિવસ સુધી મોબાઇલ થી માંડી માતા-પિતાથી પણ 18 દિવસ સુધી દૂર રહ્યા હતાં. આજે સવારે શેઠજી જૈન દેરાસરથી તેમનો વરઘોડો યોજાયો હતો. જે ચાંદીબજાર, દિપક ટોકીઝ, બેડીગેઇટ સહિતના માર્ગો પર ફરી શેઠજી જૈન દેરાસર ખાતે પૂર્ણ થયો હતો. તેમજ બપોરે પારેખ ઉષાબેન રમેશચંદ્ર પરિવાર દ્વારા સંઘની સમુહ સાંજી તથા બહુમાનનું આયોજન કરવામાં આવ્યું છે.