કલ્યાણપુર પંથકમાં દારૂ જુગાર સામે કરવામાં આવતી કાર્યવાહીમાં સ્થાનિક પી.એસ.આઈ. યુ.બી. અખેડની સૂચના મુજબ ગઈકાલે બુધવારે પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કોન્સ્ટેબલ ગીરુભા જાડેજા તથા અરવિંદભાઈ હડિયલને મળેલી બાતમીના આધારે કલ્યાણપુરથી આશરે છ કિલોમીટર દૂર ખીજદડ ગામના તળાવ નજીક રહેતા ભૂપતસિંહ વજેસંગ જાડેજા તથા કૃષ્ણપાલસિંહ ભૂપતસિંહ જાડેજા નામના બે શખ્સો દ્વારા દેશી દારૂની ભઠ્ઠી ચલાવાતી હોવાથી પોલીસ સ્ટાફે આ સ્થળે દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે 22 લીટર દેશી દારૂ, 1,000 લીટર દારૂ બનાવવાનો આથો, બેરલ વિગેરે ઉપરાંત બે નંગ મોબાઈલ ફોન તેમજ રૂા.45,000 ની કિંમતના બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા 54,990 ના મુદ્દામાલ સાથે આરોપી કૃષ્ણપાલસિંહ તથા ભૂપતસિંહની અટકાયત કરી, ગુનો નોંધ્યો હતો.


