જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી અને કપાસની મબલખ આવક થઇ રહી છે અને ખેડૂતોને પણ ઉંચા ભાવો મળતા ખેડૂતોને નૂતન વર્ષમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની છેલ્લા 15 દિવસમાં 1.5લાખ મણની આવક થઇ છે. જ્યારે કપાસની છેલ્લા 20 દિવસમાં 1.5 લાખ મણની આવક થવા પામી છે. જેમાં એક મણ મગફળીનો હરાજીમાં 1100થી 2000 સુધી ખેડૂતોને મળી રહ્યાં છે. ખાસ કરીને 9 નંબર 66 નંબરની મગફળી 1500થી લઇને 2000 સુધીના ઉંચા ભાવે વેચાણ થઇ છે. ત્યારે ખેડૂતો મોરબી, રાજકોટ, અમરેલી, દ્વારકા અને જુનાગઢ જિલ્લામાંથી મગફળી લઇને જામનગર યાર્ડ ખાતે આવી રહ્યા છે. હાપા યાર્ડમાં વિપુલ પ્રમાણમાં મગફળીની આવક થઇ રહી છે. જ્યારે તામિલનાડુના વેપારીઓની માગના કારણે ખેડૂતોને પણ સારા ભાવો મળી રહ્યા છે. જ્યારે કપાસના મણના 1200થી 1550 સુધીના ભાવો મળી રહ્યા છે. આમ ખેડૂતોને સારા ભાવો મળતાં નવા વર્ષમાં ખેડૂતોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.