Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારભાણવડમાં પાનની દુકાનમાં ખાતર પાડતા તસ્કરો

ભાણવડમાં પાનની દુકાનમાં ખાતર પાડતા તસ્કરો

ભાણવડ તાલુકાના હાથલા ગામે રહેતા અને પાન તથા ડેરીની દુકાન ધરાવતા મહેન્દ્રસિંહ પ્રવીણસિંહ જેઠવા નામના 46 વર્ષના વેપારી યુવાનની દુકાનમાં ગત તારીખ 5 નવેમ્બરના રોજ રાત્રિના સમયે તસ્કરોએ ત્રાટકી, અહીં દુકાનના નકુચા તોડીને આ દુકાનમાં રહેલો માલસામાન વેર-વિખેર કરી નાખ્યો હતો. આ દુકાનમાં રાખવામાં આવેલું હોમ થિયેટર, સોપારી, તમાકુ, ગુટકા તેમજ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 15,200 રોકડા મળી કુલ રૂપિયા 30,700 નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં પોલીસે આઈપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular