Thursday, November 21, 2024
Homeરાજ્યહાલારહેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નંદાણા ખાતે જાહેર રજાના દિવસે એક દિવસમાં બે...

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નંદાણા ખાતે જાહેર રજાના દિવસે એક દિવસમાં બે સગર્ભાની નોર્મલ ડિલિવરી કરાવતા ફીમેલ હેલ્થ વર્કર

- Advertisement -

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ. ભાયા તાલુકા હેલ્થ ઓફિસર ડો.અલ્તાફ વસનાણીના માર્ગદર્શન હેઠળ જામજોધપુર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શેઠ વડાળાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નંદાણાના ગામની વાડી વિસ્તાર માં રહેતા સગર્ભા સુશીલાબેન રાકેશભાઈ શિંગાળને નવા વર્ષ ના દિવસે વહેલી સવારે 3 વાગ્યે પ્રસાવ દુખાવો ઉપડયાની જાણ સબ સેન્ટરના ફીમેલ હેલ્થ કાર્યકર જ્યોત્સનાબેન ડાંગરને થઇ બેન તાત્કાલિક રાત્રે 3 વાગ્યે સમય વેડફ્યા વગર વાહન લઈ સગર્ભા ની મુલાકાત માટે ઘરે પહોંચ્યા હતાં. સગર્ભાને અધૂરા મહિના હોવાથી તેણે જામજોધપુર 108 એમ્બુલન્સને જાણ કરી પરંતુ એ ઈમરજન્સીમાં હોવાથી લાલપુર એમ્બુલન્સને બોલાવવામાં આવી હતી દુખાવો વધારે ઉપડતા ફીમેલ હેલ્થ કાર્યકર જ્યોત્સનાબેન ડાંગર એ સુજ-બુજ થી સગર્ભા ને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નંદાણા લાવવામાં આવ્યા અને ત્યાં નોર્મલ ડીલીવરી કરાવવામાં આવી પરંતુ બાળકનો વજન 1.8 કિલોગ્રામ એટલે જન્મ સમયે ઓછો વજન હોવાથી આવશ્યક સંભાળ આપ્યા બાદ લાલપુરની એમ્બુલન્સ દ્વારા જામનગર જી.જી.એચ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા તેજ દિવસે સવારે 9:30 કલાકે નંદાણા ગામમાં રહેતા સગર્ભા શાંતિ દીપકભાઈ કાબરીયાને પ્રસવ દુખાવો થતા સગર્ભાને સબ સેન્ટર નંદાણા ખાતે દાખલ કરી લાભાર્થીની નોર્મલ ડીલીવરી કરાવવા માં આવી બાળક હેલ્થી અને વજન 3.60 કિલોગ્રામ હતો. આમ ફીમેલ આરોગ્ય કાર્યકર જ્યોત્સનાબેન ડાંગર દ્વારા જાહેર રજાના દિવસે નવા વર્ષની શરૂઆતમાં એક જ દિવસ માં 2 નોર્મલ ડીલીવરી કરવામાં આવી તેમજ લાભાર્થીને આવા-જવાની, નાસ્તાની અને દિવસમાં 2 વખત જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ડીલીવરી પછી જન્મેલા બાળકને કપડા ની કીટ તેમજ રસીકરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular