Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં ત્રણ સ્થળે જૂગાર દરોડામાં 16 ખેલંદાઓ ઝડપાયા

જામનગર જિલ્લામાં ત્રણ સ્થળે જૂગાર દરોડામાં 16 ખેલંદાઓ ઝડપાયા

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર તાલુકાના દરેડમાં એફસીઆઈ ગોડાઉનની સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રાજારામ દુર્ગાપ્રસાદ ચમાર, આકાશકુમાર દશરથ પાસવાણી, શ્યામનારાયણ રામબચ્ચનરાય દાસ, તિરથ રામકુમાર બર્મા, સલીમ અકબર સલમાની, ગુડુ પરવેઝ ચૌહાણ, પિન્ટુકુમાર રામલાલ ચમાર અને રમણીકાંત શ્રીવીનેશરામ ચમાર સહિતના આઠ શખ્સોને પંચ બી પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.12,720 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

બીજો દરોડો, લાલપુર ગામમાં પટેલ શેરી વિસ્તારમાંથી તીનપતિનો જુગાર રમતા જયુભા નટુભા ચુડાસા, હિરેન ચંદુભાઈ દેસાઇ, અશ્ર્વિન ડાયાભાઈ ભાલોડિયા, લાલજી રામજીભાઈ રાઠોડ નામના ચાર શખ્સોને લાલપુર પોલીસે જૂગાર રમતા રૂા.10,320 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજો દરોડો, જામનગર શહેરના સુમરાચાલી વિસ્તારમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હસન અલીમામદ ખફી, અક્રમ ઉર્ફે જમાદાર સલીમ બ્લોચ, અજય નરશી ઢાપા, તોકીબ ઉર્ફે હોકો અબ્બાસ ખફી નામના ચાર શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.6500 ની રોકડ રકમ અને રૂા.3000 ની કિંમતનો એક ફોન મળી કુલ રૂા.9500 ના મુદ્દામાલ સાથે ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લીધા હતાં. તેમજ કાસમ આમદ પુંજા અને અકબર ઉર્ફે ટીપુ આમદ ખફી નામના નાશી ગયેલા બે સહિતના છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular