લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા પરિવારની બે સગી બહેનોના એક સાથે અપહરણ થયાની ઘટનાથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જેના આધારે પોલીસે બંને બહેનોની શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતાં પરિવારની એક અઢાર વર્ષની પુત્રી અને એક તરૂણી પુત્રી નામની બન્ને સગી બહેનો ગત તા.6 ના રોજ સાંજના સમયે તેમના ઘરેથી લાપતા થઈ ગયા બાદ પરિવારજનો દ્વારા બન્ને બહેનોની શોધખોળ આરંભી હતી. પરંતુ કોઇ પતો ન મળતા આખરે પરિવારજનોએ મેઘપર પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ બી.બી.કોડીયાતર તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ અપહરણનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. પ્રાથમિક તપાસમાં લાપતા થનારી બન્ને બહેનો પૈકીને મોટી બહેનનો મોબાઇલ ફોન પણ સ્વીચઓફ આવતો હતો. જેથી મોબાઈલ નંબરના આધારે ફોન ડીટેઇલ્સ મેળવી તપાસ આરંભી હતી.