Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ પાંચ મિલકતો જપ્ત કરાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા વધુ પાંચ મિલકતો જપ્ત કરાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતા મિલકતવેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી અંતર્ગત રૂા.1.73 લાખની બાકી રહેતી મિલકત વેરાની રકમ માટે પાંચ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા બાકી રહેતાં મિલકત વેરાની વસૂલાત માટે કમિશનર ડી.એન. મોદીની સૂચનાથી આસી. કમિશનર ટેકસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત 31 માર્ચ સુધીમાં મિલકત વેરો ન ભરનાર મિલકતધારકને નોટિસ ફટકારી હતી. તેમ છતાં મિલકત વેરાની રકમ મહાનગરપાલિકામાં નહીં ભરતા મહાપાલિકાની ટેકસ શાખા દ્વારા પાંચ મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં મનહર/પ્રવિણ/કિશોર ના રૂા.23,900 તથા નરેન્દ્ર એચ. વડગામાના રૂા.49,109 તથા અ.ગફાર સુલેમાનના પાંચ હજાર (લકકી બોકસ), સવજીભાઈના રૂા.63,210 અને સાગરભાઈના રૂા.32,300 બાકી રહેતા મિલકત વેરા સંદર્ભે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular