Wednesday, January 15, 2025
Homeરાજ્યહાલારમીઠાપુર નજીક ટ્રેક્ટરની ઠોકરે રિક્ષા સવાર મુસાફરો ઘવાયા

મીઠાપુર નજીક ટ્રેક્ટરની ઠોકરે રિક્ષા સવાર મુસાફરો ઘવાયા

- Advertisement -

મીઠાપુરથી આશરે ત્રણ કિલોમીટર દૂર આરંભડા વિસ્તારમાંથી જીજે-08- એટી-5910 નંબરના અતુલ શક્તિ રિક્ષામાં ઓખાથી આરંભડા તરફ જઈ રહેલા અને એસ.આર.ડી માં ફરજ બજાવતા આરંભડાના વિરમભાઈ વાલાભાઈ વાઘેલા નામના 49 વર્ષના યુવાન સાથેની આ રીક્ષાને આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે અકસ્માત સર્જતા આ અકસ્માતમાં વિરમભાઈ વાઘેલા સાથે ગોપાલભાઈ દિનેશભાઈ વાઘેલા, નીતુબેન ગોપાલભાઈ વાઘેલા અને જયાબેન બાબુભાઈ ચૌહાણને ફ્રેકચર સહિતની ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

- Advertisement -

અકસ્માત સર્જી, આરોપી ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મીઠાપુર પોલીસે આઈ.પી.સી. કલમ 279, 337 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો, નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular