Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયહવે ‘ભારત આટા’નું રૂપિયા 27.50 કિલોના ભાવે વેચાણ કરશે સરકાર

હવે ‘ભારત આટા’નું રૂપિયા 27.50 કિલોના ભાવે વેચાણ કરશે સરકાર

- Advertisement -

દિવાળીના તહેવારો પહેલાં સરકારે ‘ભારત આટા’નું ઔપચારિક લોન્ચિંગ કર્યું છે. દેશભરના ગ્રાહકોને ઊંચા ભાવ સામે રાહત આપવા કેન્દ્ર એક કિલો ઘઉંના લોટનું 27.50ના ભાવે વેચાણ કરશે. નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડારોની 800 મોબાઇલ વાન અને 2,000 આઉટલેટ્સ દ્વારા ‘ભારત આટા’નું વિતરણ કરાશે.

- Advertisement -

કેન્દ્ર સરકારે ફેબ્રુઆરીમાં આ જ સહકારી સંસ્થાઓના કેટલાક આઉટલેટ્સ પર પ્રતિ કિલો 29.50ના ભાવે 18,000 ટન ‘ભારત આટા’નું પ્રાયોગિક ધોરણે વેચાણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કર્તવ્ય પથ પર ‘ભારત આટા’ની 100 મોબાઇલ વાનને લીલી ઝંડી આપતી વખતે જણાવ્યું હતું કે, સફળ પરીક્ષણ પછી અમે દેશના અન્ય ભાગોમાં કિલો દીઠ 27.50ના ભાવે ઘઉંનો લોટ વેચવાની યોજનાનો ઔપચારિક પ્રારંભ કર્યો છે. પ્રાયોગિક ચકાસણી વખતે ઘઉંના લોટનું વેચાણ ઓછું રહ્યું હતું. કારણ કે તેનું વિતરણ ગણતરીના આઉટલેટ્સ પરથી કરાયું હતું. જોકે, હવે દેશભરમાં તેનું વેચાણ ત્રણ એજન્સીની 800 મોબાઇલ વાન અને 2,000 આઉટલેટ્સ પરથી કરવામાં આવશે અને એટલે તેના વેચાણમાં વધારો નોંધાશે.

પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ભારત આટાના લોન્ચિંગથી ઘઉંના લોટની ઉપલબ્ધતા વધશે અને ભાવને નિયંત્રિત કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું હતું કે, સરકાર દ્વારા ચણા દાળ, ટામેટા અને ડુંગળી જેવી જરૂરી ખાદ્ય ચીજોના વેચાણે ભાવવધારાને નિયંત્રિત કરવામાં સારા પરિણામ આપ્યા છે. ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમારે જણાવ્યું હતું કે, કુલ 2.5 લાખ ટન ઘઉંમાંથી એક-એક લાખ ટન નાફેડ અને એનસીસીએફને ફાળવવામાં આવશે. જ્યારે 50,000 ટન ઘઉં કેન્દ્રીય ભંડારને અપાશે. તેમણે કહ્યું હતું કે, ત્રણ એજન્સી પ્રતિ કિલો 27.50ના ભાવે ઘઉંનો લોટ, 60ના ભાવે ચણા દાળ અને 25ના ભાવે ડુંગળીનું વેચાણ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular