Wednesday, January 8, 2025
Homeરાજ્યજામનગરસેવા સહકારી મંડળીના મંત્રીએ ખોટી સહીઓ કરી અને કરોડો રૂપિયાની રકમ ચાઉં...

સેવા સહકારી મંડળીના મંત્રીએ ખોટી સહીઓ કરી અને કરોડો રૂપિયાની રકમ ચાઉં કરનાર આરોપી જામીન મુકત

- Advertisement -

જામનગર પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધુતારપુર સેવા સહકારી મંડળના સભ્ય અશ્ર્વિનભાઇ ગોરધનભાઇ ગલાણીએ આરોપીઓ રાજેશ અમૃતલાલ ચાઉં તથા અમૃતલાલ ચાઉ સામે ફરિયાદ નોંધાવેલ કે ધુતારપુર સેવા સહકારી મંડળીઓ મંત્રી તરીકે ફરજ બજાવતા રાજેશ ચાઉ તથા તેમના પુત્ર જયેશભાઇ ચાઉ કે જેઓ સહમંત્રી તરીકે ફરજ બજાવતા હતા, તેમને તેમના કાર્યકાળ દરમ્યાન ધુતારપુર મંડળીમાંથી ઉચાપત કરેલ હોવાનું માલુમ પડતાં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા કાર્યકાળ દરમ્યાન ધુતારપુર મંડળીમાંથી ઉચાપત કરેલ હોવાનું માલુમ પડતા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ હિસાબો ચેક કરતાં મંડળીની સિલકમાં રૂા. પ1 લાખ જેવી રક ઓછી હોવાનું માલુમ પડેલ અને માલ સ્ટોકમાં પણ લાખો રૂપિયાનો માલ પણ ઓછો મળી આવ્યો હતો. તથા મંડળીનું જે બેંક એકાઉન્ટ બેંક ઓફ બરોડામાં છે તેમાંથી પણ મંડળીના ઉપપ્રમુખની સહીઓ કરી અને 15 લાખ જેવી રકમ બારોબાર ઉપાડી તેનો કોઇ હિસાબ પણ માંડવામાં આવેલ નથી. આમ આરોપીઓ સાથે મળી અને કુલ રૂપિયા એક કરોડ તેર લાખ જેવી રકમ બારોબાર વાપરી નાખી અને ઉચાપત કરી હતી જે ફર્યિાદ દાખલ થતાં આરોપીઓની અટક કરવામાં આવી હતી. જે આરોપીઓ પૈકી આરોપી રાજેશ અમૃતભાઇ ચાઉ દ્વારા અદાલતમાં જામીન મુકત થવા માટેની અરજી દાખલ થતાં અદાલતે તમામ દલિલો અને રેકર્ડ ધ્યાને લઇ અને આરોપી રાજેશ અમૃતલાલ ચાંઉને આ ગુન્હામાં જામીન મુકત કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશ જી. મુછડીયા રોકાયેલા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular