Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરદેરાસરમાં ધનતેરસે યોજાનાર ધ્વજારોહણ પૂર્વે વરઘોડો યોજાયો

દેરાસરમાં ધનતેરસે યોજાનાર ધ્વજારોહણ પૂર્વે વરઘોડો યોજાયો

જામનગરમાં આગામી તા. 10ના રોજ ધનતેરસના દિવસે રાયશી વર્ધમાન પેઢી હસ્તકના દેરાસરોમાં ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધ્વજારોહણની ઉછામણીનું ગઇકાલે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ગઇકાલે બપોરે ધ્વજાની શહેર પ્રદક્ષિણા યોજાઇ હતી. જામનગર શહેરના ચાંદીબજાર પાસે આવેલ ચોરીવાળા દેરાસરથી આ ધ્વજાની પ્રદક્ષિણાનો પ્રારંભ થયો હતો. જે દરબારગઢ, બર્ધનચોક, સેન્ટ્રલ બેંક, હવાઇચોક, પંચેશ્ર્વરટાવર, બેડીગેઇટ, સજુબા સ્કૂલ સહિતના રાજમાર્ગો પર ફરી ચોરીવાળા દેરાસર ખાતે પૂર્ણ થઇ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular