Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયમહાદેવ એપ સહિત 21 બેટિંગ એપ્સ પર પ્રતિબંધ

મહાદેવ એપ સહિત 21 બેટિંગ એપ્સ પર પ્રતિબંધ

- Advertisement -

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહીની વચ્ચે ગેરકાયદેસર બેટિંગ એપ મહાદેવ ઓનલાઇન બુકની સાથે અન્ય 21 સોફ્ટવેર અને વેબસાઇટ્સ પર સરકારે રવિવારે પ્રતિબંધ મુકી દીધો છે.એક નિવેદનમાં, ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રસારણ મંત્રાલય (ખયશઢિં)એ જણાવ્યું હતું કે તેણે મહાદેવ બુક અને રેડ્ડ્યાન્ના પ્રેસ્ટોપ્રો સહિત 22 ગેરકાયદેસર સટ્ટાબાજીની એપ અને વેબસાઈટ્સ સામે બ્લોકિંગ ઓર્ડર જારી કર્યા છે.તેમાં ઉમેરાયું છે કે ગેરકાયદેસર બેટિંગ એપ સિન્ડિકેટ સામે ઇડીની તપાસની કાર્યવાહી અને એ પછી છત્તીસગઢમાં મહાદેવ બુક પર તેના દરોડાને પગલે આ પગલું ભરાયું છે. આ એપ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. છત્તીસગઢ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતો આરોપી ભીમ સિંહ યાદવ અને હાલમાં કસ્ટડીમાં રહેલો અસીમ દાસની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલ એ)ની કલમો હેઠળ ધરપકડ કરાઇ છે. રાજ્ય કક્ષાના કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ‘છત્તીસગઢ સરકાર પાસે આઇટી એક્ટની કલમ 69એ હેઠળ વેબસાઇટ કે એપ બંધ કરવાની ભલામણની સત્તા હતી. જોકે, તેમણે આવું કર્યું નહતું અને આવી કોઇ વિનંતિ કે ભલામણ કેન્દ્રને કરી નહતી. ઇડી આ કેસમાં છેલ્લાં 1.5 વર્ષથી તપાસ કરી રહી છે. ખરેખર તો આ મામલે પહેલી વિનંતિ ઇડી દ્વારા જ કરાઇ હતી અને તેના પર જ પગલું ભરાયું છે. છત્તીસગઢ સરકારને આવી વિનંતિ કરવાથી કોઇ અટકાવતું નથી.’ મહાદેવ એપ કેસના એક આરોપીએ એક વીડિયો નિવેદનમાં દાવો કર્યો હતો કે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેષ બઘેલે તેને યુએઇ જવાનું કહ્યું હતું. એ પછી સરકારે આ પગલું ભર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular