અપહરણ તથા દુષ્કર્મના કેસમાં સજા પામનાર પેરોલ પરથી ફરાર પાકા કામના કેદીને જામનગર પેરોલ ફર્લો સ્કોવોર્ડે દરેડ નજીકથી ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર પંચ બી ડિવીઝનમાં નોંધાયેલ અપહરણ તથા દુષ્કર્મના કેસનો આરોપી પ્રવિણ ઉર્ફે પોપટ ભવાન મેથાણીયા હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય આ દરમ્યાન 15 દિવસની પેરોલ રજા પરથી ફરાર થઇ નાસતો ફરતો હોય આ દરમ્યાન હાલમાં જામનગરમાં દરેડ ફેસ-3 ખાતે હોવાની પેરોલ ફર્લો સ્કોવડના રણજીતસિંહ પરમાર, કરણસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા તથા લખધીરસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જેવી ચૌધરી તથા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એલજી મિયાત્રાના માર્ગદર્શન હેઠળ જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે રેઇડ દરમ્યાન પ્રવિણ ઉર્ફે પોપટ ભવાન મેથાણીયા નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલને સોપી આપ્યો હતો.