જામનગર શહેરના દિગ્વિજ્ય પ્લોટ વિસ્તારમાંથી એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે ચોરાઉ બાઇક સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના દિ.પ્લોટ વિસ્તારમાથી ચોરાઉ બાઇક સાથે શખ્સ પસાર થવાની એસઓજીના દિનેશ સાગઠીયા, રમેશ ચાવડા અને સોયબ મકવાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ બી.એન. ચૌધરીને પીએસઆઇ જે.વી. પરમાર, આર.એચ. બાર તથા ટીમ દ્વારા લાલબંગલા કેમ્પસમાં જન સુવિધા કેન્દ્ર પાછળ, મામા સાહેબના મંદિર નજીકથી એસઓજીએ ધર્મેન્દ્ર મગન જોઇસર નામના દિ.પ્લોટમાં રહેતાં શખ્સને રૂા. 60 હજારની કિંમતના ચોરાઉ એકસેસ બાઇક સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં બાઇક ચોરાઉ હોવાની કેફિયત આપી હતી. જેના આધારે એસઓજીએ આગળની તપાસ હાથ ધરી હતી.