Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદારૂ પીવા બાબતે ઠપકો આપતા યુવાને ઝેર પીને આપઘાત કર્યો

દારૂ પીવા બાબતે ઠપકો આપતા યુવાને ઝેર પીને આપઘાત કર્યો

ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા મેરૂભાઈ રામભાઈ જોગલ નામના 40 વર્ષના યુવાનને દારૂ પીવાની ટેવ હોય, જેથી ઘરના સદસ્યો દ્વારા તેને દારૂ પીવાની ના પાડવામાં આવતી હતી. આ વચ્ચે તેમના પરિવારજનો દ્વારા દારૂ પીવા બાબતે તેમને ઠપકો આપતા આ બાબતે મનમાં લાગી આવતા મેરૂભાઈએ ગઈકાલે પોતાના હાથે મગફળીમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી. વધુ સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ ભરતભાઈ જોગલ (ઉ.વ. 38) એ અહીંની પોલીસને કરી છે. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular