Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરમોટરસાયકલની ચોરીના કેસમાં બે કાયદાથી સંઘર્ષિત કિશોર ઝડપાયા

મોટરસાયકલની ચોરીના કેસમાં બે કાયદાથી સંઘર્ષિત કિશોર ઝડપાયા

સીટી-બી પોલીસ દ્વારા રૂા. 30 હજારની કિંમતનું મોટરસાયકલ કબજે

જામનગર શહેરમાં થયેલ મોટરસાયકલ ચોરીના કેસમાં જામનગર સીટી-બી પોલીસે બે કાયદાથી સંઘર્ષિત કિશોરોને રૂા. 30 હજારની કિંમતના મોટરસાયકલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં વાલકેશ્ર્વરી સોસાયટી, ઘનશ્યામ ટ્રાવેલ્સ ઓફિસની સામે પાર્ક કરેલ જીજે-10 ડીબી-4343 નંબરનું સ્પલેન્ડર મોટરસાયકલ ચોરી થયા અંગે સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ દરમિયાન સીટી-બીના પોકો બળભદ્રસિંહ જાડેજા, હેકો ક્રિપાલસિંહ સોઢા, જયદીપસિંહ જાડેજા, તથા મયુરરાજસિંહ જાડેજાને બે શખ્સો બેડી પુલ તથા રેલવે પાટા પાસે ચોરી થયેલ મોટરસાયકલ સાથે આટાંફેરા કરતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાની સૂચના અને પીઆઇ એચ.પી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સીટી-બી પોલીસ સ્ટાફે રેઇટ દરમિયાન બે શખ્સોને રોકી પૂછપરછ કરતાં બંને શખ્સોના મોટરસાયકલના રજીસ્ટ્રેશન નંબર પોકેટકોપ મોબાઇલ એપ્લિકેશનમાં સર્ચ કરતાં જીજે-10 ડીબી-4343 હોવાનું જાણવા મળતાં બંને કિશોરોની પૂછપરછ કરતાં ત્રણેક દિવસ પૂર્વે વાલકેશ્ર્વરી સોસાયટી નજીકથી બાઇકની ચોરી કરી હોવાની કેફિયત આપતા રૂા. 30 હજારની કિંમતનું મોટરસાયકલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular