ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં રહેતા કાસમ સાલેમામદ થૈયમ નામના 37 વર્ષના યુવાને માછીમારી કરવા માટે ફિશરીઝ વિભાગમાંથી ટોકન મેળવીને પેસેન્જર જેટી વિસ્તારમાં ફિશિંગ કરવા ગયા હતા. ત્યારે તેમણે પોતાની બોટમાં ટોકન સિવાયના વધુ માણસોને અનધિકૃત રીતે દરિયામાં લઈ જઈ અને માછીમારી કરતાં ઓખા મરીન પોલીસે ઝડપી લઈ, તેની સામે ધી ગુજરાત ફિશરીઝ એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.
અન્ય કાર્યવાહીમાં દ્વારકામાં આવેલા રૂપેણ બંદર વિસ્તારના લેન્ડિંગ પોઇન્ટ ખાતે પોલીસે ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા વસીમ મુસા પટેલિયા (ઉ.વ. 32) ને પોતાની સાથે હોળીના કાગળો રાખ્યા વગર અને ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરતાં ઝડપી લીધો હતો. આ જ રીતે રૂપેણબંદર વિસ્તારમાં રહેતા હુશેન ગુલમામદ પટેલીયા (ઉ.વ. 42) અને ઈકબાલ હારુન પટેલિયા (ઉ.વ. 32) સામે પણ પોલીસે ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી, જરૂરી કાર્યવાહી કરી હતી.