જામનગર શહેરમાં જુમ્મા મસ્જિદ માધ્યમિક શાળાના પટ્ટાવાળા તથા પટણી જમાતના ભૂ.પૂ. સેક્રેટરી મો. યુસુફ અ. કરીમ પંજા દ્વારા જુમ્મા મસ્જિદ પ્રાથમિક ક્ધયા શાળાની વિદ્યાર્થીનીઓના શાળા પટાંગણના પડેલા ફોટા બાબતે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અ. રશીદ મ. હનીફ લુસવાલા, સેક્રેટરી દસ્તગીર શેખ, ટ્રસ્ટી મુસ્તાકભાઇ ખફી, ટ્રસ્ટી વાગીંડા અખ્તર (મુનાભાઇ બાદશાહ) દ્વારા તેઓને આપેલા ઠપકાના કારણે તેઓએ પીધેલી ઝેરી દવા પ્રકરણમાં જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના હોદ્ેદારો ટ્રસ્ટીઓ સામે દાખલ કરેલ પોલીસ ફરિયાદ તેમજ જામનગરની કોર્ટમાં ફરિયાદના કામે વધારાની કલમો ઉમેરવાના પ્રકરણમાં જામનગરના પૂર્વ વિરોધપક્ષના નેતા અને વોર્ડ નં. 12ના કોર્પોરેટર અલ્તાફભાઇ ખફીના પ્રયત્નો, મહેનતના અંતે બન્નેપક્ષકારો તેમજ પટણી સમાજ, મેમણ સમાજ વગેરે અગ્રણીઓની મધ્યસ્થતામાં સુખદ સમાધાન થતાં ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરેલ. કાર્યવાહીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાલી આપી જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટે.માં કરેલી પોલીસ ફરિયાદને રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામે જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના હોદ્ેદારો-ટ્રસ્ટીઓ વતી ગુજરાત હાઇકોર્ટના વકીલ વિમલભાઇ પુરોહિત, ગુજરાત હાઇકોર્ટના વકીલ ઇબ્રાહીમભાઇ પાસ્તા, હાજી હસનભાઇ ભંડેરી, જે.એન. ઝાલા રોકાયા હતાં.