ખંભાળિયા તાલુકાના બેહ ગામના વાડી વિસ્તારમાં રહેતા પબુભાઈ વાલાભાઈ અજુભાઈ પતાણી નામના 38 વર્ષના ગઢવી યુવાનને કોઈ બાબતે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ આ જ ગામના ભારામલ ભીમા વરજાંગવારા, ભીખા ભારામાલ વરજાંગવારા, લક્ષ્મણ ભીમા વરજાંગવારા અને ખેંગાર ભીમા વરજાંગવારા નામના ચાર શખ્સો સામે અહીંના પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.