ખંભાળિયા તાલુકાના લાલુકા ગામે હાલ રહેતી અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જાંબુવા જિલ્લાના કાળાદેવી તાલુકાની મૂળ રહીશ એવી પાયલબેન સુભાષભાઈ ચુડાવડીયા નામની 19 વર્ષની અપરિણીત યુવતીએ રવિવારે બપોરના સમયે લાલુકા ગામે એક આસામીની વાડીએ કોઈ અકળ કારણોસર પોતાના હાથે મગફળીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા સુભાષભાઈ કાળુભાઈ ચુડાવડીયા (ઉ.વ. 42, રહે. મધ્યપ્રદેશ) એ ખંભાળિયા પોલીસને કરી છે. જે અંગે પોલીસે નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.