Saturday, January 11, 2025
Homeરાષ્ટ્રીયચૂંટણીવાળા રાજ્યોમાં કેન્દ્રની વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર પ્રતિબંધ

ચૂંટણીવાળા રાજ્યોમાં કેન્દ્રની વિકસિત ભારત સંકલ્પ યાત્રા પર પ્રતિબંધ

- Advertisement -

ભારતીય ચૂંટણી આયોગે કેન્દ્ર સરકારને કડક આદેશ આપ્યો છે. 5 ડિસેમ્બર સુધી 5 પાંચ રાજ્યોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ન કાઢવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે. ચૂંટણી આયોગે કેબિનેટ સચિવ રાજીવ ગૌબાને સંબોધન કરીને એક પત્રમાં લખ્યું છે કે, ‘જે રાજ્યોમાં ચૂંટણી છે, તે રાજ્યોમાં અને તાપી નિર્વાચન ક્ષેત્રમાં ‘જિલ્લા રથ પ્રભારી’ નિયુક્ત કરવા બાબતે પણ પ્રતિબંધ મુકવામાં આવી છે.’ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, યોજનાઓ બાબતે કેન્દ્ર સરકારીનો આઉટરીચ કાર્યક્રમ છે. ચૂંટણી આયોગે જણાવ્યું છે કે, ‘અમને જાણવા મળ્યું છે કે, 20 નવેમ્બર 2023થી શરૂ થનાર ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ માટે જિલ્લા રથ પ્રભારીઓની વિશેષ અધિકારીઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી રહી છે. ચૂંટણી વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તે વિસ્તારમાં આ તમામ પ્રવળત્તિઓ પર પ્રવળત્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.’

- Advertisement -

ચૂંટણી આયોગે આ મહિનાની શરૂઆતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે તારીખની જાહેરાત કરી હતી. ચૂંટણી આયોગનો પત્ર મળ્યા પછી કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, ચૂંટણી રાજ્યોમાં આ યાત્રા કરવામાં નહીં આવે. સૂચના અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું છે કે, 2.55 લાખ ગ્રામ પંચાયત અને લગભગ 18,0000 શહેરી સ્થાનોમાં સરકારી પહેલને પ્રોત્સાહન આપવા માટે આ પ્રકારે કરવામાં આવી રહ્યું હતું. હવે આ 5 રાજ્યોમાં આ પ્રકારે કરવાની કોઈ યોજના નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિરસા મુંડા જયંતિ- જન જાતિ ગૌરવ દિવસના અવસરે સૂચના, શિક્ષા અને સંચાર વૈનને લીલી ઝંડી બતાવીને યાત્રાની શરૂઆત કરશે. અગાઉ ઝારખંડના ખૂંટી વિસ્તારમાંથી આદિવાસી વિસ્તારથી આ યાત્રાની શરૂઆત કરવાની હતી અને22થી 25 જાન્યુઆરી 2024 સુધીમાં દેશના બાકી રહેલ જિલ્લાઓને કવર કરવા માટેની યોજના હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular