એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન માલિક મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ગઈકાલે ઈમેલ દ્વારા મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેમણે પોતાનો જીવ ગુમાવવો પડશે.
ધમકીભર્યા ઈમેલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે, જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે. આ ધમકી મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ સામે આઇપીસી કલમ 387 અને 506 (2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.