આગામી સવંત 2080 કારતક સુદ 7ને તા.19-11-2023 ના રોજ સંત શીરોમણી પૂ.જલારામ બાપાની જન્મજયંતિનો ઉત્સવ આવી રહ્યો હોય તે પ્રસંગને ધામધુમથી ઉજવવા તથા લોહાણા સમાજનું સમૂહ જ્ઞાતિ ભોજન (નાત), લોકડાયરો અને સ્વયંસેવકોના સન્માન સમારોહ સહિતના પ્રસંગો ઉજવવાનું આયોજન કરવામાં આવશે. ખાસ જામનગરમાં વર્ષ 1999 થી પૂ.જલારામ બાપાની જયંતિ ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે જલારામ જયંતિની ઉજવણીને 25 વર્ષ એટલે કે સીલ્વર જયુબલી થતી હોય જેથી આગામી પ્રસંગને વિશિષ્ટ રીતે ધામધૂમપૂર્વક ઉજવવાના આયોજન માટે જામનગર લોહાણા સમાજની મિટીંગ તા.29ના રોજ બપો2ે 11-30 થી 12-30 કલાક સુધી લોહાણા મહાજનવાડી, ઠકરાર વિંગ, પંચેશ્વર ટાવર, જામનગર ખાતે રાખવામાં આવેલ છે તો આ મિટીંગમાં લોહાણા જ્ઞાતિના ભાઈઓ-બહેનો, યુવાનો, વડિલો, લોહાણા સમાજની વિવિધ સંસ્થાના હોદેદારો સહિત તમામ કાર્યકરોને બહોળી સંખ્યામાં સમયસર ઉપસ્થિત રહેવા જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્ય જીતેન્દ્ર એચ.લાલ (જીતુ લાલ)ની યાદીમાં જણાવે છે.