Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં સામાન્ય બાબતે આધેડ તથા પરિવારજનો પર પંદર શખ્સોએ હુમલો કર્યો

દ્વારકામાં સામાન્ય બાબતે આધેડ તથા પરિવારજનો પર પંદર શખ્સોએ હુમલો કર્યો

- Advertisement -

દ્વારકાથી આશરે 18 કિલોમીટર દૂર મુળવાસર ગામની સીમમાં અણીયારી ગામે રહેતા પમાભા કારૂભા બઠીયા અને અનિલભા પમાભા બઠીયા નામના બે શખ્સો દ્વારા નાગેશ્વર વાડી વિસ્તારમાં રહેતા ભીખુભા વીઘાભા માણેક નામના 51 વર્ષના હિન્દુ વાઘેર આસામીએ ભાગમાં રાખેલી વાડીએ આવીને “તેઓની વાડીમાં ભેંસો ચરાવવી છે”- તેમ કહેતા ફરિયાદી ભીખુભા માણેકએ “અમો ચારો ભેગો કરી લઈએ પછી ચરાવજો”- તેમ કહેતા ઉપરોક્ત બંને શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ભીખુભાને બિભત્સ ગાળો ભાંડી હતી.

- Advertisement -

આ પછી આરોપીઓએ અન્ય શખ્સો રાયાભા કનુભા સુમણીયા, પ્રકાશભા ઉર્ફે શૈલેષભા કનુભા સુમણીયા, રાઘાભા ગોદળભા માણેક, રવાભા ઉર્ફે મુન્નો ગોદળભા માણેક, આશાભા રામાભા સુમણીયા, રામાભા ઘુઘાભા સુમણીયા, કમલેશભા સુકાભા સુમણીયા, રમેશભાઈ સુકાભાઈ સુમણીયા, સુકાભા ઘુઘાભા સુમણીયા, ગગાભા વિશાભા માણેક, પાચાભા ગગાભા માણેક, અતુલભા અજુભા માણેક અને રાજવીરભા શ્યામભા માણેક નામના અન્ય 13 શખ્સો પણ બોલાવી લેતાં આ સ્થળે તેઓ લોખંડના પાઇપ, લાકડાના ધોકા વિગેરે જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા.
આરોપીઓએ એકસંપ કરી, ગેરકાયદેસર રીતે મંડળી રચી અને ફરિયાદી ભીખુભા માણેક તેમજ તેમની સાથે રહેલા સાહેદો વિઘાભા સનાભા માણેક, જસુભા, વિઘાભા ભીખુભા, હેમલભા અને મલાઈબેન નામના વ્યક્તિઓ ઉપર ધોકા તથા પાઇપ વડે તૂટી પડ્યા હતા. આરોપીઓએ ફરિયાદી તથા અન્ય સાહેદોને બેફામ માર મારી, ગંભીર ઈજાઓ પહોંચાડતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે ભીખુભા વીઘાભા માણેકની ફરિયાદ પરથી તમામ 15 શખ્સો સામે આઈપીસી કલમ 323, 324, 504, 143, 147, 148, 149 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular