જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતાં મહિલાએ બે માસ પહેલાં કરેલી પોલીસ ફરિયાદનો ખાર રાખી લુખ્ખા તત્વોએ મહિલાને અપશબ્દો બોલી છરીનો છેકો મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતા શોભનાબા હનુભા જાડેજા નામના મહિલા એ બે માસ અગાઉ લાલીયો ઉર્ફે ઢીંગલી વિરૂધ્ધ ફરિયાદ કરવા નીતાબેન સાથે ગયા હતાં તે બાબતનો ખાર રાખી લાલીયો ઉર્ફે ઢિગલી અને મેહુલ પંચોલી નામના બે શખ્સોએ ગુરૂવારે રાત્રિના સમયે મહિલાના ઘર પાસે આવી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી છરી કાઢી મારવા જતા મહિલાના હાથમાં ઈજા પહોંચી હતી. તેમજ બંને શખ્સોએ મહિલાને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં મહિલા દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે મહિલાના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.