કાલાવડ તાલુકાના નિકાવા ગામના સીમ વિસ્તારમાં ખેતી કરતા વૃદ્ધે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નિકાવા ગામની સીમમાં સામજીભાઈ બેચરભાઈ પરમાર (ઉ.વ.65) નામના વૃદ્ધ ખેડૂતે ગત તા.19 ના રોજ બપોરના સમયે તેના ખેતરે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન ગુરૂવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મનજીભાઇ દ્વારા જાણ કરાતા હેકો જી.આઇ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.