Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર એલસીબી

વચગાળાના જામીન પરથી ફરાર આરોપીને ઝડપી લેતી જામનગર એલસીબી

ખૂનના કેસમાં એક વર્ષથી નાસતો-ફરતો હતો

- Advertisement -

ખૂનના કેસમાં એક વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને જામનગર એલસીબીએ વુલન મિલ, મહાકાલી સર્કલ પાસેથી ઝડપી લઇ રાજકોટ જેલ ખાતે મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર સીટી-બી ડિવિઝનમાં નોંધાયેલ ગુનાનો આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ મનસુખ ગોહિલ રાજકોટ મધ્યસ્થ જેલમાં હોય આ દરમિયાન વચગાળાના જામીન મેળવી છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો હોય, આ દરમિયાન હાલમાં જામનગર શહેરમાં વુલન મિલ મહાકાલી સર્કલ પાસે હોવાની એલસીબીના હરદીપભાઇ બારડ, કાસમ બ્લોચ તથા હરદીપભાઇ ધાધલને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબીના પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ એસ.પી.ગોહિલ, આર.કે. કરમટ્ટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, હરદીપભાઈ ધાંધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઇ કોડિયાતર, નાનજીભાઇ પટેલ, મયુદ્ીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયૂરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ સહિતના સ્ટાફ દ્વારા બાતમીવાળા સ્થળેથી આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ મનસુખ ગોહિલ નામના શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી રાજકોટ જેલ ખાતે મોકલી આપવા સીટી-સી પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular