તાજેતરમાં સંપન્ન થયેલ નવરાત્રિ પર્વ નિમિત્તે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જામનગર અને જુનાગઢ જિલ્લાની 5,500 બાળાઓને ‘કુમારિકા પૂજન’ ઉપાસના ઉત્સવમાં લ્હાણી વિતરણ કરી શક્તિ આરાધનાના મહાપર્વમાં સાંસ્કૃતિક યોગદાન આપવામાં આવ્યું હતું. ગ્રુપ પ્રેસીડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન તળે, જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના 15 ગામોની 38 ગરબીમાં 2204 ક્ધયાઓને અને જામનગર તાલુકાના 9 ગામોની 44 ગરબીઓમાં 2926 ક્ધયાઓને રિલાયન્સના પ્રતિનિધીઓ દ્વારા રૂબરૂ જઈને આ લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ભેસાણ તાલુકાના છ ગામોના કુલ સાત ગરબી મંડળની 460 બાળાઓને પણ આ કાર્યક્રમમાં આવરી લેવામાં આવી હતી. આમ, કુલ ત્રણ તાલુકાઓના 30 ગામનાં 89 ગરબી મંડળોની 5590 બાળાઓ શક્તિ પર્વે લ્હાણી થકી લાભાન્વિત થઈ હતી.