જામનગર શહેરના પટણીવાડ વિસ્તારમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપ ક્રિકેટ ટૂર્નામેન્ટના મેચના પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમતા શખ્સને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.1350 ની રોકડ રકમ અને રૂા.5000 ની કિંમતના મોબાઈલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ, આઈસીસી 2023 ક્રિકેટ વર્લ્ડકપ ટૂર્નામેન્ટમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાતી ક્રિકેટ મેચમાં જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ ફોનમાં ક્રિકેટનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે પીએસઆઈ વી.આર. ગામેતી તથા સ્ટાફે પટણીવાડ ખાટકીવાડ પાસે જાહેરમાં મોબાઇલમાં જૂગાર રમાડતા ફકરુદીન અસગરઅલી કપાસી નામના શખ્સને પોલીસે રૂા.1350 ની રોકડ રકમ અને પાંચ હજારની કિંમતના એક મોબાઇલ ફોન સહિત કુલ રૂા.6350 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.