Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારમાનસિક રીતે ચિંતાગ્રસ્ત યુવાનનો આપઘાત

માનસિક રીતે ચિંતાગ્રસ્ત યુવાનનો આપઘાત

દ્વારકા તાલુકાના કોરાડા ગામના વાડી વિસ્તારમાં રહેતો બારડોલીના વતની યુવાને કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દ્વારકા તાલુકાના કોરાડા ગામના વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોટી ફળોદ ગામના મૂળ રહીશ એવા મહેશભાઈ બચુભાઈ ચૌધરી નામના 26 વર્ષના ખેત મજૂર યુવાનને છેલ્લા કેટલાક સમયથી કોઈ માનસિક ચિંતા હોય, જેના કારણે તેમણે પોતાના હાથે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જે અંગેની જાણ મોટી ફળોદ ગામના સુરેશભાઈ ગોવનભાઈ રાઠોડ (ઉ.વ. 45)એ દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular