Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારમોટા આંબલાના યુવાન સહિત ત્રણ વ્યક્તિઓનું હાર્ટએટેકથી મોત

મોટા આંબલાના યુવાન સહિત ત્રણ વ્યક્તિઓનું હાર્ટએટેકથી મોત

યુવાનને છાતીમાં દુ:ખાવો ઉપડતા હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : ખંભાળિયામાં વૃદ્ધનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ : દ્વારકાના આધેડનું હાર્ટએટેકથી મોત

જામનગર-દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં થોડા સમયથી હૃદયરોગના હુમલામાં યુવાનોનો ભોગ વધુ લેવાઈ છે. હાલારમાં છેલ્લાં બે ત્રણ માસથી યુવા વર્ગમાં હૃદયરોગના હુમલાથી થતા મોતની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે ખંભાળિયાના મોટા આંબલા ગામના યુવકને હૃદયરોગનો હુમલો આવતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના મોટા આંબલા ગામે રહેતા આતિમભાઈ બસીરભાઈ સંઘાર (ઉ.વ.31) નામના યુવાન ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના ભાઈ ઈમ્તિયાઝભાઈ બસીરભાઈ સંઘાર એ અહીંની પોલીસને કરી છે.

બીજો બનાવ, ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા રવજીભાઈ પાંચાભાઈ કણજારીયા (ઉ.વ.72) નામના વૃદ્ધને હાર્ટ એટેક આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર મુકેશભાઈ દ્વારા કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો બનાવ, દ્વારકામાં હાથી ગેઈટ વિસ્તારમાં રહેતા રાજકુમાર ચિતામણી સોલંકી (ઉ.વ.52) નામના પ્રૌઢને રાવળા તળાવ પાસે એક મંદિર નજીક ભિક્ષાવૃત્તિ દરમિયાન હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હોવાની જ્યાં મૃતકના પત્ની મનુબેનએ દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular