જામનગર શહેરમાં નાગના નાકે આવેલા મહેશ્વરીનગરમાં રહેતાં અને મજૂરી કામ કરતાં યુવાને તેના ઘરે અકળ કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવ્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તજવીજ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગના નાકે આવેલા મહેશ્વરીનગર શેરી નં.1 માં રહેતા ભાવેશ ધનજીભાઈ રાઠોડ (ઉ.વ.28) નામના મજૂરી કામ કરતા યુવાને બુધવારે સવારના સમયે તેના ઘરે રૂમના પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ગુરૂવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ ખેરાજભાઈ દ્વારા જાણ કરાતા હેકો વાય.વી. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.