Friday, December 27, 2024
Homeરાજ્યહાલારલેઉવા પટેલ સંસ્થાના નામનો દુરુપયોગ કરી દ્વારકામાં છેતરપિંડી

લેઉવા પટેલ સંસ્થાના નામનો દુરુપયોગ કરી દ્વારકામાં છેતરપિંડી

- Advertisement -

દ્વારકામાં વિશ્વવિખ્યાત શ્રી દ્વારકાધીશજીનું મંદિર આવેલું હોય, અહીં દિવસે-દિવસે જુદા જુદા વિસ્તારોમાંથી આવતા યાત્રાળુઓ પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે દ્વારકામાં આવતા યાત્રીકોના હોટેલ, રૂમના ઓનલાઈન બુકિંગ માટે ફેક આઈડી બનાવી ચીટીંગ કરતા શખ્સોની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે.

- Advertisement -

ત્યારે ગઈકાલે વધુ એક ઓનલાઇન ફ્રોડ અંગે લેઉવા પટેલ સમાજના નામની ફેક આઈડી બનાવી, કોઈ ગઠિયાઓએ અહીં આવતા પ્રવાસીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પોલીસમાં જાહેર થયું છે. આ અંગે દ્વારકામાં ભડકેશ્વર મંદિરની બાજુમાં આવેલા સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજના મેનેજર અંકિતભાઈ બટુકભાઈ કમાણી (ઉ.વ. 31) એ દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ ચોક્કસ નામ અને મોબાઈલ નંબરથી લેવા પટેલ સમાજની ફેક આઈડી બનાવી અને અહીં આવતા દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓના રૂમ માટેનું ઓનલાઈન બુકિંગ કરવામાં આવતું હતું. આ માટે કોઈ ચીટર શખ્સો દ્વારા એચડીએફસી બેન્કમાં એકાઉન્ટ ખોલાવી અને દર્શનાર્થીઓ તથા પ્રવાસીઓ સાથે સમાજ (ગેસ્ટ હાઉસ) માં રૂમ બુકિંગ કરવાના બહાને આ શખ્સો દ્વારા નાણાં ટ્રાન્સફર કરાવી અને સંસ્થાના નામનો દુરુપયોગ કરવામાં આવતો હતો. આમ, લેઉવા પટેલ સમાજના નામથી ફેક આઈડી મારફતે કોઈ શખ્સો દ્વારા વિશ્ર્વાસઘાત અને છેતરપિંડી આચરવા સબબ દ્વારકા પોલીસે ફેક આઈડી બનાવનારા તેમજ બેન્ક એકાઉન્ટધારક શખ્સો સામે આઈ.પી.સી. કલમ 34, 120 (બી), 406, 420, 467 તથા આઈ.ટી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, સાયબર ક્રાઇમ સેલ વિભાગના પી.આઈ. એ.વાય. બ્લોચ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular