Tuesday, December 16, 2025
Homeરાજ્યહાલારપોરબંદરના ખેડૂતના ખીસ્સામાંથી ત્રણ શખ્સોએ અડધો લાખ સેરવી લીધા

પોરબંદરના ખેડૂતના ખીસ્સામાંથી ત્રણ શખ્સોએ અડધો લાખ સેરવી લીધા

જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં જતાં સમયે રૂા.50 હજાર કાઢી લીધા

પોરબંદર તાલુકાના ઈશ્વરીયા ગામના પ્રૌઢ ઈકો ગાડીમાં મુસાફરી કરી જામજોધપુર જતાં હતાં તે દરમિયાન ગાડીના ચાલક અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ ખેડૂતના ખીસ્સામાંથી અડધા લાખની રોકડ સેરવી લીધાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પોરબંદર તાલુકાના ઈશ્વરીયા ગામમાં રહેતાં ડાયાભાઈ વશરામભાઈ પાથર (ઉ.વ.58) નામના પ્રૌઢ ખેડૂત ગત તા.9 ના રોજ બપોરના સમયે 4916 નંબરની ઈકો કારમાં જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં જતાં હતાં તે દરમિયાન ઈકો કારના ચાલક અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી પ્રૌઢ ખેડૂતના ખીસ્સામાં રહેલી રૂા.50 હજારની રોકડ રકમ સેરવીની ચોરી લીધી હોવાની શંકાના આધારે જામજોધપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીઆઈ વાય.જે. વાઘેલા તથા સ્ટાફે ઈકો કારના નંબરના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular