Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારદેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવ નોંધાયા

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા અનવરભાઈ જુમાભાઈ રાજા નામના 40 વર્ષના મુસ્લિમ યુવાન તેમના જી.જે. 10 ડી.પી. 4550 નંબરના એક્સેસ મોટરસાયકલ પર બેસીને ગોઈંજથી સલાયા ગામે જઈ રહ્યા હતા. તે દરમિયાન સ્મશાન પાસે તેમનું મોટરસાયકલ સ્લીપ થઈ જતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના મોટાભાઈ અલીમામદભાઈ જુમાભાઈ રાજાએ મરીન પોલીસને કરી છે.

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રહેતા પ્રેમજીભાઈ રણમલભાઈ કણજારીયા નામના 42 વર્ષના યુવાન ગઈકાલે સાંજના સમયે પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમને મૂર્છિત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ હરિભાઈ રાજાભાઈ કણજારીયાએ સ્થાનિક પોલીસને કરી છે.

ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં રહેતા રામજીભાઈ દામજીભાઈ નકુમ નામના 52 વર્ષના સતવારા આધેડને હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર પરેશભાઈ નકુમ (ઉ.વ.27)એ અહીંની પોલીસને કરી છે.

- Advertisement -

ઓખા મંડળમાં ન્યુ બર્માશલ ક્વાર્ટર સામે રહેતા સંદીપભાઈ નારણભાઈ સિસોદીયા નામના 48 વર્ષના રાજપુત યુવાનને શિપયાર્ડમાં ભારતીય કોસ્ટ ગાર્ડની શીપની અંદર કામ કરતી વખતે સંભવિત રીતે વીજશોક લાગતા અથવા હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની નોંધ ઓખાના રહીશ નિર્મલસિંહ દિલાવરસિંહ રાયજાદાએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular