Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરખેલૈયાઓ માટે ખડેપગે રહેનારી 108ની ટીમને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય રિવાબા

ખેલૈયાઓ માટે ખડેપગે રહેનારી 108ની ટીમને શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય રિવાબા

- Advertisement -

જામનગર શહેરમાં નવરાત્રીના તહેવાર દરમિયાન પ્રાચીન-અર્વાચીન રાસ ગરબા મહોત્સવ સમયે કોઈ ખેલૈયાઓને ઈમરજન્સી તબીબી સારવારની જરૂરિયાત પડે તો તેને તાત્કાલિક અસરથી સારવાર આપી શકાય તેના ભાગરૂપે જામનગરની એમ.પી. શાહ કોમર્ષ અને લો કોલેજના પટાંગણમાં ચાલી રહેલા સહિયર નવરાત્રી મહોત્સવ દરમિયાન 108ની ટીમ સતત ખડેપગે રહીને સેવા આપી રહી છે. જે ટિમ ને જામનગર 78-ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ શુભકામનાઓ પાઠવી હતી.

- Advertisement -

નવરાત્રી મહોત્સવ દરમિયાન પોતે કોઈ પણ પ્રકારનો આરામ કર્યા વિના નવરાત્રી મહોત્સવ દરમિયાન રાસ રમીને માતાજી ની આરાધના કરતા ખેલૈયાઓ કે અન્ય કોઇ પણને મેડિકલ સારવાર ની જરૂરિયાત રહે, તો તેને પહોંચી વળવા માટે જામનગર ની 108ની ટીમના કો-ઓર્ડિનેટર જયદેવસિંહ જાડેજા અને તેમની સાથેના 80 જેટલા સભ્યોની ટીમ કે જે ઓ ચાલુ નવરાત્રી દરમિયાન રાત્રે 8.00 વાગ્યાથી મોડી રાત્રે સુધી જુદા જુદા વિસ્તારના પોઇન્ટ નક્કી કરીને તહેનાતમાં છે, જે તમામ સભ્યોને ધારાસભ્ય રિવાબા જાડેજા એ શુભકામનાઓ પાઠવી હતી, અને તેઓના આ સેવાયજ્ઞને બિરદાવ્યા હતા.

આ વેળાએ જામનગરના ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાની સાથે જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથ (ભાજર્પ)ના નેતા આશિષભાઈ જોશી, સહીયર નવરાત્રી મહોત્સવ ના સંયોજક સંજયભાઈ જાની, શહેર ભાજપ મીડિયા સેલના ચંદ્રવદનભાઈ ત્રિવેદી, નવરાત્રી મહોત્સવના મુખ્ય પ્રાયોજક કૈલાશભાઈ બદીયાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular