Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરના શખ્સનો કર્ણાટકના મહિલા સામે રૂા.33 લાખનો ચેક રિર્ટનનો દાવો મંજૂર

જામનગરના શખ્સનો કર્ણાટકના મહિલા સામે રૂા.33 લાખનો ચેક રિર્ટનનો દાવો મંજૂર

- Advertisement -

જામનગર પટેલ પાર્ક ખાતે રહેતા કૌશિક વસોયાએ બેંગ્લોર પાસ સીમોગા ગામ પાસે રહેતા નિલમબેન મોદી સામે જામનગરની અદાલતમાં વકીલ વિરલ એસ. રાચ્છ મારફત રૂા. 33,00,000 લેણી રકમનો દાવો કર્યો હતો. કૌશિક વસોયાએ દાવામાં જણાવેલ કે, નિલમબેન મોદી સાથે પારિવારીક સંબંધ હોય તેથી રૂા. 33,00,000 સંબંધદાવે વગર વ્યાજે કટકે-કટકે આપ્યા હતાં. આ રકમ પરત આપવા નિલમબેન મોદીએ રૂા. 33,00,000નો કર્ણાટક સીમોગા ખાતેની એચડીએફસી શાખાનો રૂા. 33,00,000નો ચેક આપ્યો હતો. જે ચેક અપૂરતા ભંડોળને કારણે પરત થયો હતો. કૌશિક વસોયાએ લેણી રકમ પરત મેળવવા વકીલ વિરલ એસ. રાચ્છ મારફત નોટીસ આપેલ તેમ છતાં લેણી રકમ ન આપતા જામનગરની અદાલતમાં સૌપ્રથમ નેગોશિયેબલ એકટ હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યો હતો. તે કેસ પેન્ડીંગ હોય સિવિલ રાહે રકમ મેળવવાનો અલગથી દાવો દાખલ કર્યો હતો. જે દાવામાં ખૂબ જ ટૂંકાગાળામાં ઝડપી ન્યાય આપતા રૂા. 33,00,000 તથા તેના પર વ્યાજ તથા દાવાનો તમામ ખર્ચ મંજૂર કરતો જામનગરના થર્ડ એડિશનલ સિનિયર સિવિલ જજ ડી.એલ. ઠાકોરએ ચુકાદો આપેલ છે.

- Advertisement -

જામનગરના વાદી કૌશિક વસોયા વતી વકીલ વિરલ એસ. રાચ્છ તથા તેના સહયોગી વકીલો સોહિલ આર. બેલિમ, વાશ્ર્વિ એમ. શેઠ, હર્ષિલ આર. રાબડીયા અને સલમાન એ. શેખ રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular