Thursday, December 11, 2025
Homeરાજ્યજામનગરપુત્રવધુને મોબાઇલ નંબર આપનાર શખ્સને ટપારવા ગયેલા સસરા પર હુમલો

પુત્રવધુને મોબાઇલ નંબર આપનાર શખ્સને ટપારવા ગયેલા સસરા પર હુમલો

જામનગરમાં વામ્બે આવાસ નજીક મહાદેવનગર ચુનાના ભઠ્ઠા પાસે રહેતાં સુનિલસિંગ મહાવીરસિંગ જાડેજાની પુત્ર વધુને તેના પડોશમાં રહેતાં કિશોર ભાવડીયા નામના શખ્સે પોતાનો મોબાઇલ નંબર આપતાં સુનિલસિંગે તેનો ઠપકો આપ્યો હતો. આથી ઉશ્કેરાયેલા કિશોર ભાવડીયા તથા અન્ય બે અજ્ઞાત શખ્સોએ લોખંડના સળિયા વડે સુનિલસિંગ પર હુમલો કરી માથામાં ઇજા પહોંચાડી હતી. તેમજ લાકડાના ધોકા વડે મુંઢ ઇજા કરી હતી. આ અંગે સુનિલસિંગે સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કિશોર ભાવડીયા તથા અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular