Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરખોડલધામના નેજા હેઠળ જામનગર સહિત રાજ્યભરમાં 30થી વધુ સ્થળે નવરાત્રિ

ખોડલધામના નેજા હેઠળ જામનગર સહિત રાજ્યભરમાં 30થી વધુ સ્થળે નવરાત્રિ

શહેરમા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં હજારો ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમશે : ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ રાજ્યભરમાં 30થી વધુ સ્થળે નવરાત્રિ મહોત્સવ યોજાશે

- Advertisement -

જામનગરમા આવતીકાલથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજના ભાઈઓ-બહેનો પારિવારિક માહોલમાં ગરબે રમીને આદ્યશક્તિની આરાધના કરી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નવરાત્રિ મહોત્સવનું જાજરમાન આયોજન કરાયું છે. ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા જામનગર શહેરમાં નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નવરાત્રિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, વિશાળ મેદાન, લાઈટીંગ, બહેનોની સંપૂર્ણ સુરક્ષા અને પારિવારિક માહોલમાં આ નવરાત્રિ મહોત્સવ યોજાશે. તા. 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી યોજાનાર આ નવરાત્રિ મહોત્સવમાં દેશ-વિદેશમાં ખ્યાતિ મેળવનાર ગાયક કલાકારો રાસ-ગરબાની રમઝટ બોલાવી ખેલૈયાઓને ગરબે રમાડશે.

- Advertisement -

જામનગર ખોડલધામ નવરાત્રિ મહોત્સવની ટીમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનો-દીકરીઓ-ભાઈઓ પારિવારિક માહોલમાં સુરક્ષિત રીતે ગરબે રમી શકે તે માટે સિક્યુરીટી, સીસીટીવી કેમેરા, વિશાળ પાર્કિંગ ઉપરાંત સ્વયંસેવકોની પણ મોટી સંખ્યામાં વ્યવસ્થા કરાઈ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને મેડિકલ ઓફિસર તથા નર્સિંગ સ્ટાફ સાથે એમ્બ્યૂલન્સ પણ તૈનાત રાખવામાં આવશે. તેમજ મેડિકલ વોરિયર્સ તરીકે સ્વયંસેવકો જરૂર પડ્યે કઈપણ ઈમરજન્સી ઉભી થાય તેવા સંજોગોમાં સીપીઆર પદ્ધતિથી દર્દીને રાહત મળે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. અને સીપીઆર ટ્રેનિંગ શ્રી ખોડલધામ ના 350 સુધી વધુ સ્વયંસેવકોએ મેળવી હતી. જેથી ઇમરજન્સી મેડિકલ સમયે ઉપયોગી થઇ શકે.

ખોડલધામ નવરાત્રી મહોત્સવ જામનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્યાતીભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે ન્યુ કાલિન્દી વર્લ્ડ સ્કૂલ સેટેલાઈટ પાર્ક જામનગર ખાતે આયોજિત નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઓમ મ્યુઝિકલ ઇવેન્ટ જીતુ પુરી બાપુ સાથે સિંગર કિરણ મકવાણા, વૈશાલી આહીર, ધવલ બારોટ જોડાશે અને રાસ ગરબાની રમઝટ બોલાવશે ખોડલધામ સમિતિ જામનગર આયોજિત નવરાત્રી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular