જામનગરમાં 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શુક્રવારે પ્રણામી ધર્મના બીજા આચાર્ય મહામતી શ્રી પ્રાણનાથજીના 405 માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાના પ્રસ્થાન પ્રસંગે ગુજરાત રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રી રાઘવજીભાઈ પટેલનું શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મના આચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજે શાલ અને મોમેન્ટોથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રણામી ધર્મના યુવા અગ્રણી કિંજલભાઈ કારસરીયા, ટ્રસ્ટી ગૌતમભાઈ ઠક્કર, મનસુખભાઈ સંઘાણી, શશી મિતલ, અમિતભાઈ ભાવસાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહામતિ પ્રાણનાથજીના 405માં પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિશાળ શોભાયાત્રા નીકળી હતી અને દેશ વિદેશમાંથી ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.