Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરદરેડના વેપારીને બે વ્યાજખોરો દ્વારા નાણાં કઢાવવા ધમકી

દરેડના વેપારીને બે વ્યાજખોરો દ્વારા નાણાં કઢાવવા ધમકી

ત્રણ વર્ષ પહેલાં આઠ લાખની રકમ 10% વ્યાજે લીધી : વ્યાજ સહિત રકમ ચૂકવી દીધા છતાં વ્યાજખોરો દ્વારા ધમકી : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતા વેપારી યુવકે 8 લાખની રકમ ઉંચા વ્યાજદરે લીધા પછી આ રકમ વ્યાજ સહિત ચુકવી દીધી હોવા છતાં બે વ્યાજખોરો દ્વારા બળજબરીથી રૂપિયા કઢાવવા માટે ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ઉત્તરપ્રદેશના દેવરીયા જિલ્લાના મઠબવલીયા ગામનો વતની અને હાલ જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ 2 માં બ્રાસપાર્ટનો વ્યવસાય કરતો અમરેન્દ્રકુમારગીરી વિજયગીરી ગોસ્વામી (ઉ.વ.21) નામના વેપારી યુવાનને ત્રણ વર્ષ પહેલાં જામનગરના ભયલુભા વાળા અને દરેડના દશરથસિંહ જાડેજા પાસેથી આઠ લાખની રકમ ઉંચા વ્યાજદરે લીધી હતી અને આ રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં બાકીના રૂપિયા કઢાવવા માટે બંને વ્યાજખોરો દ્વારા વેપારી યુવકને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપતા હતાં. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આખરે વેપારીને આ બંને વિરૂધ્ધ પંચકોશી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એએસઆઈ ડી સી ગોહિલ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular