Sunday, December 7, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા ઈ-ધરા કેન્દ્રમાં થતી હાલાકી અંગે મામલતદારને લેખિત રજૂઆતો

ખંભાળિયા ઈ-ધરા કેન્દ્રમાં થતી હાલાકી અંગે મામલતદારને લેખિત રજૂઆતો

ખંભાળિયા રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીમાં તેઓને વિવિઘ કામગીરી માટે થતી વ્યાપક હાલાકી અંગે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. ખંભાળિયાની મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રના અધિકારીને અવાર નવાર રજૂઆત કરવા છતાં વિવિધ હકક પત્રકની નોંધ પાડવામાં ન આવતા તેમજ ઈ-સ્ટેમ્પ સેન્ટર ઘણા સમયથી બંધ હોવા બાબત તથા ખેડૂત અરજદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ગઈકાલે મંગળવારે અહીંના મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

આ રજૂઆતમાં રેવન્યુ પ્રેક્ટિસનર (એડવોકેટ) એસોસિએશનના પ્રમુખ પી.પી. કાંબરીયા, ઉપપ્રમુખ સંજય આંબલીયા, માલદે ધમા, સેક્રેટરી વિપુલભાઈ ગોસાઈ તથા સલાહકાર સમિતિના એડવોકેટ સભ્યો તથા મંડળના તમામ વકીલો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular