Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર-ખંભાળિયા રોડ પર દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

જામનગર-ખંભાળિયા રોડ પર દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

252 બોટલ દારૂ અને ચાર લાખની કાર સહિત કુલ રૂા.5.26 લાખનો મુદ્દામાલ કબ્જે : જામનગરના શખ્સની પૂછપરછ

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં દારૂની રેલમછેલ અટકાવવા પોલીસ દ્વારા એક પછી એક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર આરટીઓ ચોકડી પાસેથી સ્વીફટ કારને આંતરી એક શખ્સને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પંચકોશી બી ડીવીઝન પોલીસે ઝડપી લીધો હતો.

- Advertisement -

હાલમાં ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જામનગર તાલુકાના દરેડ ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી ઈંગ્લીશ દારૂનો વિશાળ જથ્થા સાથે ચાર બુટલેગરોને દબોચી લીધાની રેઈડ બાદ જામનગર પોલીસ એકશનમાં આવી ગઇ છે. દરમિયાન જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આરટીઓ ચોકડી પાસેથી કારમાં દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની એએસઆઈ એમ.એલ. જાડેજા, વી.ડી. રાવલિયા, હેકો હરદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી ડી પી વાઘેલા અને સર્કલ પીઆઈ પી એલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.એ.મોરી, એએસઆઈ એમ.એલ. જાડેજા, વી.ડી. રાવલિયા તથા હેકો ધર્મેન્દ્રસિંહ ઝાલા, નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. સુમિત શિયાર, મયુરસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ભયપાલસિંહ જાડેજા, મેહુલ વિશાણી સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

તે દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતા પોલીસે જીજે-01-એચએમ-9942 નંબરની સ્વીફટ કારને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.1,26,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 252 બોટલ મળી આવતા પોલીસે દશરથસિંહ ઉર્ફે મયુરધ્વજસિંહ ઉર્ફે યોગી ઘનશ્યામસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી લઇ દારૂનો જથ્થો અને ચાર લાખની કિંમતની કાર સહિત કુલ રૂા.5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular