ધ્રોલ તાલુકાના ખારવા ગામના વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા યુવાનને હૃદયરોગનો હુમલો આવતા ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ભમોરી ગામનો વતની અને હાલ ધ્રોલ તાલુકાના ખારવા ગામની સીમમાં સુરેશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા શોભરામ મોહનસિંહ દાવર (ઉ.વ.36) નામના આદિવાસી યુવાન સોમવારે બપોરના સમયે તેના ખેતરે હતો તે દરમિયાન એકાએક હૃદયરોગનો હુમલો આવતા બેશુધ્ધ હાલતમાં ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકની પત્ની ગુડીબાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એમ. પી. મોરી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.