જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા સોહમનગરમાં રહેતાં સુથારીકામ કરતા યુવકે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલા સોહમનગરમાં રહેતો અને સુથારી કામ કરતા પ્રદિપભાઈ પ્રફુલ્લભાઈ વડગામા (ઉ.વ.25) નામના યુવકે સોમવારે બપોરના સમયે તેના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી. પુત્રએ આત્મહત્યા કર્યા અંગેની જાણ પ્રફુલ્લભાઈ દ્વારા કરવામાં આવતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.