દ્વારકા તાલુકાના વસઈ ગામે રહેતા જખરાભા કુંભાભા જામ નામના 65 વર્ષના હિન્દુ વાઘેર વૃદ્ધ ગત તારીખ 8 ના રોજ મકનપુર દરિયાના કિનારે માછીમારી કરવા ગયા હતા, ત્યારે તેઓ અકસ્માતે પાણીમાં ડૂબી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ ડોસાભા જખરાભા જામએ દ્વારકા પોલીસને કરી છે.