Monday, December 23, 2024
Homeરાજ્યહાલારબાલાચડીના શખ્સે વૃદ્ધાના મકાનના ધાબા તોડી નાખી સામાન વેરવિખેર કર્યો

બાલાચડીના શખ્સે વૃદ્ધાના મકાનના ધાબા તોડી નાખી સામાન વેરવિખેર કર્યો

વૃધ્ધ પુત્રને પતાવી દેવાની ધમકી આપી : પોલીસે ધમકી અને મકાનમાં નુકસાનનો ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં રહેતાં નિવૃત્ત વૃદ્ધના માતાના મકાનનું ધાબુ અને રસોડાનું ધાબુ તોડી નાખ્યું હતું તેમજ મીટર તોડી કાઢી નાખી ઘરનો સામાન વેર વિખેર કરી વૃદ્ધને પતાવી દેવાની ધમકી આપ્યાની શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના બાલાચડી ગામમાં દલિતવાસમાં પાણીના ટાંકા પાસે રહેતા હસમુખભાઈ જેઠાભાઈ મકવાણા (ઉ.વ.61) નામના નિવૃત્ત વૃધ્ધના માતા મણીબેન જેઠાભાઈ મકવાણાનું મકાન બાલાચડીમાં આવેલ હતું. આ ગામમાં રહેતાં મનજી કારા મકવાણા નામના નિવૃત્ત શખ્સે ગત તા.7 ના સાંજના સમયે વૃદ્ધના માતાના ઘરનું, બે રુમનું, રસોડાનું ધાબુ તોડી નાખી પાડી દીધું હતું તેમજ વીજમીટર તોડીને કાઢી નાખ્યું હતું. તથા ઘરનો સામાન વેરવિખેર કરી નાખી આશરે અઢી લાખનું નુકસાન પહોંચાડી વૃદ્ધને પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે હસમુખભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.એમ.ભીમાણી તથા સ્ટાફે મનસુખ મકવાણા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular