Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જેલમાંથી મળી આવેલ મોબાઇલ હત્યાનો આરોપી વાપરતો હતો

જામનગરની જેલમાંથી મળી આવેલ મોબાઇલ હત્યાનો આરોપી વાપરતો હતો

વર્ષ 2019 થી 2023 સુધીમાં ખુનના ગુનામાં રહેલા આરોપીએ મોબાઇલ મંગાવ્યો હોવાનું ખુલ્યું : બે કેદીઓની મદદથી કારસ્તાન : સીમકાર્ડ જેલમાં રહેલાં કેદીએ આપ્યું હોવાનું એસઓજીની તપાસમાં ખૂલ્યુ

- Advertisement -

જામનગરની જિલ્લા જેલમાંથી અવાર-નવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનામાં એસઓજીની ટીમે હાલમાં જ મોબાઇલ મળી આવ્યાના બનાવમાં તપાસ દરમિયાન હત્યાના ગુનામાં જેલમાં રહેલા શખ્સનું નામ ખુલતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરની જિલ્લા જેલમાં હાલમાં જ બે મોબાઇલ ફોન બિનવારસુ મળી આવ્યાની ઘટનામાં પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એસઓજી પીઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે તપાસ આરંભી હતી. તપાસ દરમિયાન આ કેચેડો કંપનીનો મોબાઇલ ફોન હત્યાના ગુનામાં જેલમાં રહેલા જામનગરના મુકેશ નરશી રાઠોડ નામનો શખ્સ વર્ષ 2019 થી 2023 દરમિયાન વાપરતો હોવાનું ખુલ્યું હતું અને મુકેશે આ વર્ષ દરમિયાન જેલમાં રહેલાં રાહુલ ત્રિપાઠી તથા ઈરફાન અબ્બાસ સાથે મળીને જેલમાંથી કેચેડો કંપનીનો ફોન મંગાવ્યો હતો. તેમજ મુકેશ પાસેથી મળી આવેલું સીમકાર્ડ જામનગરની જેલમાં રહેલા પંકજ રાજસ્થાનીએ જે-તે વખતે જેલમાં આપ્યું હતું. મુકેશની પૂછપરછમાં જેલમાં ઉપયોગમાં લેવાયેલ ફોન અને સીમકાર્ડ અંગેનો ગુનો એસઓજીની ટીમે ડીટેકટ કરી મુકેશની ધરપકડ કરી સીટી એ ડીવીઝન પોલીસને સોંપી આપ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular